RSS

ચાણક્ય નીતિ

મગલાચરણ
સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણે લોકના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ નાં ચરણોમાં શિષ નમાવી અનેક શાસ્ત્રોમાંથી પસંદ કરેલી રાજનીતિનાં સિદ્ધાંતોનાં સંકલનું વર્ણન કરું છું.

 

 
શ્રેષ્ઠ મનુષ્ય
જે આ નીતિસાસ્ત્રને સાચા અર્થમાં સમજી ધર્મનો ઉપદેશ આપે છે , કાર્ય -અકાર્ય, શુભ-અશુભ અને યોગ્ય -યોગ્ય શું છે તે લોકોને સમજાવે છે તે જ શ્રેષ્ઠ મનુષ્ય છે.

 
લોકહિતાર્થે
હું અહીં લોકો નાં હિત અર્થે રાજનીતિના એવાં રહસ્યો રજૂ કરીશ જેને જાણવાથી જ વ્યક્તિ પોતાને સર્વજ્ઞ બની રહે છે.

 
દુખી થવાની રીત
મુર્ખ વ્યક્તિ ને ઉપદેશ આપવાથી, દુષ્ટ પત્નીનું ભરણપોષણ કરવાથી તથા દુખી લોકોની પરીસ્થિતિ જોઈ ને વિદ્વાન વ્યક્તિ પણ દુખી થાય છે.

 
દુષ્ટ મૃત્યુ સમાન
દુષ્ટ પત્ની , ઠગ મિત્ર ,આજ્ઞામાં નાં રેહતો નોકર અને સાપનો ઘરમાં વાસ આ ચારે મૃત્યુ સમાન છે.

 

ચાર્લી ચેપ્લીન

૧. આ દુનિયા માં કઈ કાયમી નથી પ્રોબ્લેમ પણ નહિ

૨. હું વરસાદમાં ચાલુ છું કારણકે મારા આંસુ કોઈ જોઈ ન શકે.

૩. ખુબજ મહત્વનું, જયારે હું હસ્યો ન હોવ તે દિવસ મારો સૌથી
વેસ્ટેજ દિવસ છે

-ચાર્લી ચેપ્લીન

 

થોડું જાતે લખું …….

મિત્રો  , આજે  મને થયું  એક  ગીત  જાતે ટાઈપ કરું . જો મારા થી કોઈ ભૂલ ચૂક હોય તો મને જરૂર જાન કર જો . આ ગીતની એક-બે કડી જ મને યાદ્દ છે એટલે આખું ગીત હું ટાઈપ નહિ કરી શકું. આ મારો પહેલો અનુભવ છે.આત્યાર શુંધી કોપી પેસ્ટ મારી ને થાકી ગયો . હવે એમ થયું  કઈક જાતે લખું એટલે આ ગીત ની કડી આહી લખું છુ.

કભી  આયાતો  મે  પધા  તુજ્હે , કભી  હરફ  હરફ  લિખા  તુજ્હે  – 2
કભી  દિલ  સે  તુજ્હ્કો  પુકાર   કે , કોયી  શેર  અપના  કોયી  સુના  દિયા
ભૂલા  દિયા , ભૂલા  દિયા , તેરે ઈશ્ક  મે  ખુદ  કો  ભૂલા  દિયા  – 2

યેહ  અજીબ  ઈશ્ક  કે  ખેલ  હૈ , જહાન  લજ્જતોન  મેઈન  કમી  નહિ  – 2
કભી  મૈને  તુજ્હો  હસા  દિયા  – 2, કભી  તુને  મુક્જ્કો  રુલા  દિયા
ભૂલા  દિયા , ભૂલા  દિયા , તેરે  ઈશ્ક  મેઈન  ખુદ  કો  ભૂલા  દિયા  – ૨

બેખુદી મેઈન મઝા આ રહ હૈ બળા , (દિલ તબાહ હૈ તો ક્યાં  – 2)

તેરી રાહ સે જો નિકાલ ગયે, વોહ દીવાને બનકે મચલ ગયે – 2
કભી હમને કી તેરી આરઝૂ – 2, તોહ બતાદે યેહ ક્યાં ગુનાહ કિયા
ભૂલા દિયા,ભૂલા દિયા, તેરે ઈશ્ક મેઈન ખુદ કો ભૂલા દિયા  - 2

Movie :- Dus Kahaniya
Singer :-Anand Raj  Ananad
Cast :- anjay Dutt , Suniel Shetty , Aftab Shivdasani , Naseeruddin Shah , Shabana Azmi , Neha Uberoi  
 

હબસી ગુલામ ઐયાઝ :-

સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે ફરક શું ?

નિષ્ફળ માણસની વાત જવા દો, પણ સફળ માણસ ભલે કશું નોખું-અનોખું ન કરતો હોય, પણ જે કઈ કરે એ નોખી અનોખી રીતે જરૂર કરે.

સુલતાન મહેમુદ નો હબસી ગુલામ ઐયાઝ વઝીર ના દરજ્જે પહોચી ગયો. બીજા દરબારીઓને આની ઈર્ષા થઇ. એક વાર મોકો જોઇને તેઓએ પૂછ્યું, ” જહાંપનાહ, આવડત વગરના એક હબસી ગુલામને આપે વઝીર બનાવ્યો ? “

એ વખતે ઐયાઝ ગેરહાજર હતો, દરબારીઓને સવાલનો જવાબ આપતા પહેલા સુલતાને શહેરના દરવાજા બહાર શું નવાજુની છે એ જોઈ આવવા હુકમ કર્યો.

એક દરબારી જોઈ આવ્યો કે દરવાજા બહાર વણઝારાનો પડાવ હતો.
એ ક્યાંથી આવ્યા હતા એવું સુલતાને પૂછ્યું તો એણે એ તપાસ કરી જ ના હતી. એક પછી એક દરબારી દરવાજે જઈ સુલતાને જેટલું પૂછ્યું હતું

એટલી તપાસ કરીને પાછા ફર્યા.

એવામાં ઐયાઝ ત્યાં આવ્યો એને પણ સુલતાને નગરના દરવાજે શી નવાજુની છે એ જોઈ આવવા હુકમ કર્યો.

ઐયાઝ એ બાજુ થઈનેજ આવ્યો હતો એટલે કહે: ” ત્યાં વણઝારાનો એક પડાવ છે. “

સુલતાને પૂછ્યું: ” એ લોકો ક્યાંથી આવ્યા છે? “

” વણઝારા બલ્ખથી આવ્યા છે”

” કઈ તરફ જાય છે? “

” કબુલ થઇ ને બદકશાન જઈ રહ્યા છે.”

” એ કાફલામાં કેટલા માણસો છે? “

” કુલ ૧૨૪ માણસો છે, જેમાં ૪૯ પુરુષો, ૪૩ મહિલાઓ, અને ૩૨ બાળકો
છે. “

” એ લોકો ધંધો શું કરે છે? “

” છરી અને તલવાર સજાવવાનો”

એમની સાથે કેટલા જાનવર છે?”

” પાંચ ઊંટ, બાવન ઘોડા, ચૌદ ગાય, અને સતર બકરા છે.”

” તમે ઠીક તપાસ કરી છે, ઐયાઝ ” સુલતાને ખુશ થઈને કહ્યું, ” હવે

તમે જઈ શકો છો. “

એ પછી સુલતાને ઈર્ષાળુ દરબારીઓને કહ્યું, ” મને લાગે છે કે તમારા સવાલનો જવાબ તમને મળી ગયો છે.”

બોધપાઠ:

જે કાઈ કરવું એ નોખી-અનોખી રીતે કરવું એટલે બીજા કરતા એજ કાર્યને થોડા વધારે ઉત્સાહ, ધગશ, તત્પરતા અને સુઝથી કરવું.એવો અભિગમ ધરાવે એજ માણસ સફળ

via- facebook (Nivarozin Rajkumar)