સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે ફરક શું ?
નિષ્ફળ માણસની વાત જવા દો, પણ સફળ માણસ ભલે કશું નોખું-અનોખું ન કરતો હોય, પણ જે કઈ કરે એ નોખી અનોખી રીતે જરૂર કરે.
સુલતાન મહેમુદ નો હબસી ગુલામ ઐયાઝ વઝીર ના દરજ્જે પહોચી ગયો. બીજા દરબારીઓને આની ઈર્ષા થઇ. એક વાર મોકો જોઇને તેઓએ પૂછ્યું, ” જહાંપનાહ, આવડત વગરના એક હબસી ગુલામને આપે વઝીર બનાવ્યો ? ”
એ વખતે ઐયાઝ ગેરહાજર હતો, દરબારીઓને સવાલનો જવાબ આપતા પહેલા સુલતાને શહેરના દરવાજા બહાર શું નવાજુની છે એ જોઈ આવવા હુકમ કર્યો.
એક દરબારી જોઈ આવ્યો કે દરવાજા બહાર વણઝારાનો પડાવ હતો.
એ ક્યાંથી આવ્યા હતા એવું સુલતાને પૂછ્યું તો એણે એ તપાસ કરી જ ના હતી. એક પછી એક દરબારી દરવાજે જઈ સુલતાને જેટલું પૂછ્યું હતું
એટલી તપાસ કરીને પાછા ફર્યા.
એવામાં ઐયાઝ ત્યાં આવ્યો એને પણ સુલતાને નગરના દરવાજે શી નવાજુની છે એ જોઈ આવવા હુકમ કર્યો.
ઐયાઝ એ બાજુ થઈનેજ આવ્યો હતો એટલે કહે: ” ત્યાં વણઝારાનો એક પડાવ છે. ”
સુલતાને પૂછ્યું: ” એ લોકો ક્યાંથી આવ્યા છે? ”
” વણઝારા બલ્ખથી આવ્યા છે”
” કઈ તરફ જાય છે? ”
” કબુલ થઇ ને બદકશાન જઈ રહ્યા છે.”
” એ કાફલામાં કેટલા માણસો છે? ”
” કુલ ૧૨૪ માણસો છે, જેમાં ૪૯ પુરુષો, ૪૩ મહિલાઓ, અને ૩૨ બાળકો
છે. ”
” એ લોકો ધંધો શું કરે છે? ”
” છરી અને તલવાર સજાવવાનો”
એમની સાથે કેટલા જાનવર છે?”
” પાંચ ઊંટ, બાવન ઘોડા, ચૌદ ગાય, અને સતર બકરા છે.”
” તમે ઠીક તપાસ કરી છે, ઐયાઝ ” સુલતાને ખુશ થઈને કહ્યું, ” હવે
તમે જઈ શકો છો. ”
એ પછી સુલતાને ઈર્ષાળુ દરબારીઓને કહ્યું, ” મને લાગે છે કે તમારા સવાલનો જવાબ તમને મળી ગયો છે.”
બોધપાઠ:
જે કાઈ કરવું એ નોખી-અનોખી રીતે કરવું એટલે બીજા કરતા એજ કાર્યને થોડા વધારે ઉત્સાહ, ધગશ, તત્પરતા અને સુઝથી કરવું.એવો અભિગમ ધરાવે એજ માણસ સફળ