એક આંધળી છોકરી પોતાની જાત ને ખુબ નફરત કરતી હતી , કારણકે તે આંધળી હતી.
તે બધા ની નફરત કરતી સિવાય તેના એક મિત્ર ને.
એક દિવસ, તેણે કહ્યું કે, જો તે ખાલી દુનિયા જોઇ શકત તો તે તેના મિત્ર જોડે લગ્ન કરી લેત.એક દિવસ, કોઇ સારા માણસે, પોતાની આંખો તે આંધળી છોકરી ને દાન માં આપી.
અને, ત્યાર બાદ તેણી એ દુનિયા ની સાથે સાથે પોતાનો મિત્ર પણ જોયો.
તેના મિત્ર એ તેને કહ્યું કે, હવે તો તને દેખાય છે માટે, હવે તું મારી સાથે લગ્ન કરીશ?
તે છોકરી અચંબા માં પડી ગઇ જ્યારે તેને જોયું કે તેનો મિત્ર આંધળો છે.
તેણી એ કહ્યું ," મને માફ કરજે, પણ હું તારી સાથે લગ્ન નહી કરી શકું, કારણ કે તું આંધળો છે."તેનો મિત્ર આંસુ સાથે ચાલવા માંડયો, અને જતા જતા કહ્યું કે,
" મહેરબાની કરી ને મારી આંખો નું તું ઘ્યાન રાખજે. "
ઉપરની સ્ટોરી ખુબ જ દયનીય છે. જે મિત્ર એ પોતાની આંખો આપી ને,
તે છોકરી ને દુનિયા બતાવી. તેને ખબર પણ નહી હોય કે, તે લગ્ન કરવાની
ના પાડશે. ધન્ય છે, તેના સાચા પ્રેમ ને. નસીબવાળા ને આવો કોઇ મળે.
અને અભાગ્યા, તેને ના પાડી દે.
LOVE ME LITTLE BUT, LOVE ME TRUE.
પ્રેમકથા-1
06
Oct